જકાર્તા: ઈન્ડોનેશિયાનું એક ફળ હાલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામા છે. રસપ્રદ વાત એ છે કે આ ફળની દુર્ગંધથી માથું ફાટી જાય. જોવામાં તે સામાન્ય લાગે છે પરંતુ તેની કિંમતે તેને ખાસ બનાવી દીધુ છે. આ એક ફળની કિંમત 14 million rupiah ઈન્ડોનેશિયાની કરન્સીમાં (જ્યારે વૈશ્વિક કિંમત 10002 ડોલર) છે. આ જાણીને કોઈ પણ ચોંકી જાય કે આ ફળ આટલું મોંઘુ કેમ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OMG... આ યુવતીને પતિની જ એક એવી વસ્તુની એલર્જી છે, જાણીને ચક્કર ખાઈ જશો


સ્થાનિક ભાષામાં આ ફળને જે-ક્વીન કહે છે. સુપર્બ ટેસ્ટના કારણે તે એશિયાના અનેક ભાગોમાં મશહૂર છે. અહીના મધ્ય જાવામાં પેદા થનારી પ્રજાતિના ફળને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. હકીકતમાં ગત સીઝનમાં આ ફળનું ઉત્પાદન ખુબ ઓછું થયું પરંતુ એક નવા પ્રયોગથી આ વખતે આ ફળનું બમ્પર ઉત્પાદન થયું. આ ફળ પાકે ત્યારે તેની ગંધ સહન ન કરી શકાય તેવી હોય છે. જેના કારણે દક્ષિણ-પૂર્વ એશિયાના અનેક દેશોના એરપોર્ટ, જાહેર સ્થળો અને હોટલોમાં તેના પર પ્રતિબંધ મૂકાયો છે. જો કે લોકોના કહેવા મુજબ તે સ્વાદમાં સ્વીટ અને ડિલિશિયસ હોય છે.


ઈન્ડોનેશિયામાં વેચાતું આ જે ક્વીન ફળ એટલા માટે ખાસ છે કારણ કે તેની કિંમત ત્યાંની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવકથી પણ વધુ છે. ઈન્ડોનેશિયામાં પ્રતિ વ્યક્તિ આવક માત્ર 13652 રૂપિયા પ્રતિ માસ છે. આવામાં બહુ ઓછા લોકો આટલું મોંઘુ ફળ ખરીદી શકે તેવી સ્થિતિમાં છે. આથી લોકો મોલમાં ફક્ત આ ફળને જોવા માટે અને તેની સાથે સેલ્ફી લેવા માટે આવી રહ્યાં છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...